About VGS

વસિષ્ઠ જિનેસિસ સ્કૂલ વિષે

વસિષ્ઠ જિનેસિસ સ્કૂલના જ્ઞાનઉદધિમાં આચમન શા માટે... ?

  • અજ્ઞાનના ‘અ’ થી જ્ઞાનના ‘જ્ઞ’ સુધી પહોંચાડતી સેતુરૂપ શાળા.
  • આત્મવિશ્વાસ, આત્મસંતોષ પમાડે તેવું શિક્ષણ.
  • ધો.-1 થી જ વિદ્યાર્થીઓને HOUSE માં વહેંચીને તંદુરસ્ત સ્પર્ધાનો પ્રયાસ.
  • આંતરિક શક્તિઓનું પૂર્ણપણે પ્રગટીકરણ.
  • શહેરી વિસ્તારથી દૂર, પ્રદૂષણ મુક્ત, રમણીય અને આનંદદાયી અભ્યાસ પ્રેરક વાતાવરણ.
  • ડિઝિટલ કેમ્પસ
  • ધોરણ-3 થી બાળકોને ટર્મિનોલોજી દ્વારા ગણિત અને પર્યાવરણ / વિજ્ઞાનનું અંગ્રેજી ભાષામાં શિક્ષણ.
  • ‘સ્કૂલ ગાઈડન્સ સેન્ટર’ દ્વારા વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવાનો હેતુ.
  • પ્રકૃતિના પાવન સાંનિધ્યમાં પ્રફુલ્લ મનથી કેળવણી દ્વારા વિદ્યાર્થીનું ઘડતર.
  • રાજ્ય, રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમત – ગમતમાં શાળાના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ.
  • વાર્ષિકોત્સવ, પ્રવાસ તેમજ સમૂહ પ્રાર્થના દ્વારા થતી સંઘભાવના.
  • પ્રત્યેક વર્ગખંડમાં શિક્ષક – વિદ્યાર્થીઓનું યોગ્ય પ્રમાણ.
  • સમયાંતરે શૈક્ષણિક સેમિનાર, વાલી મિટિંગ તેમજ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ડોર-ટુ-ડોર વાલી સંપર્ક.
  • અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓના પરિણામ સુધારવા માટે સવિશેષ પ્રયત્નો.
  • સંસ્કાર, ચારિત્ર્ય અને વ્યક્તિત્વ વિકાસવતું મૂલ્યલક્ષી શિક્ષણ.
  • બોર્ડના વિદ્યાર્થીઓ માટે VMTનું આયોજન.
  • VSP આયોજન દ્વારા મૌલિકતાને વાચા આપવાનો પ્રયત્ન.
  • VHI આયોજન દ્વારા પ્રમાણિકતાને પાકટ બનાવવાનો હેતુ.
  • વિદ્યાર્થીઓએ નક્કી કરેલ ઉચ્ચ લક્ષ્યો સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ રહેતી શાળા.
  • ધોરણ 1 થી જ સ્પોકન ઇંગ્લિશના વર્ગો નું આયોજન
  • વિદ્યાર્થીઓમાં નૈતૃત્વ ભવનના વિકસાર્થે વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની રચના.
  • ધો.-11/12 Science માં Special JEE/NEET ની તૈયારી.
  • ધોરણ 9 થી જ D.P.P. સિસ્ટમ દ્વારા પરીક્ષા ની પૂર્વ તૈયારી