Message from Chairman

અધ્યક્ષ તરફથી સંદેશ

સુજ્ઞ વાલીમિત્રો અને વ્હાલા વિધાર્થીઓ

“હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગોનું સર્જન કરું છું, જેમાં વિધાર્થીઓ શીખે.”

શિક્ષક એ માત્ર “જ્ઞાન પ્રસારનું માધ્યમ જ નઈ, પરંતુ સંસ્કાર સિંચનની પ્રકિયા છે. વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય તેવી વ્યવસ્થા આપણે ત્યાં ‘કેળવણી’ જેવા ધ્યેયલક્ષી શબ્દથી પ્રચલિત થઈ છે.

ભારતના ભાવિ નાગરિક સમા બાળકોમાં પાયાનું ઘડતર યોગ્ય રીતે થાય. બાળક ભણતર ક્ષેત્રે યોગ્ય સિદ્ધિનો પ્રાપ્ત કરે એટલું જ નહી પરંતુ બાળકમાં ગણતર પણ હોય, બાળક વ્યવહારૂ બને. આવનારી મુશ્કેલીઓ.... પડકાર સામે પીછેહટ ન કરે...., તેનો સામનો કરવા અડીખમ ઉભો રહી શકે એટલો બાળકને સક્ષમ બનાવવો એવી ઉચ્ચ જવાબદારી સાથે અમારી આ શૈક્ષિણક સંસ્થા વિધાર્થીના સારા વ્યકિતત્વના ઘડતર માટે સતત પ્રયત્નશીલ છે.

વિધાર્થીને બધી અનુકૂળતા આપવી, તકો પૂરી પાડવી, વિધાર્થીના સર્વાંગી વિકાસ માટે આવસ્યક રચના કરવી... એ જ અમારી સંસ્થાનું લક્ષ્ય અને કાર્ય રહ્યું છે. અમારો એક જ મંત્ર છે અને એ છે. “બાળકોનો સર્વાંગી” વિકાસ અને આ માટે શિક્ષણક્ષેત્રે જે કરવું પડે, જેવું કરવું પડે તે કાર્ય કરવા અમો કટિબદ્ધ છીએ. આમ શિક્ષણમાં કઈક કરી છુટવાની દૃઢ મક્કમતા સાથે આપના વિસ્તરમાં શિક્ષણની જયોત જલાવી છે ત્યારે અમારા શ્રેષ્ઠ સંકલ્પને આપના બાળપુષ્પોના થનગનાટ, ઉત્સાહ, સાહસ અને પરિણામથી ચોક્કસ પણે ગતિ મળતી રહેશે.... તેવા હદયના ભાવ સાથે....


અધ્યક્ષ: શ્રી રમણીકભાઈ ડી. ડાવરીયા