NATIONAL CADET CORPS(NCC)

રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ

“NATIONAL CADET CORPS” શસસ્ત્ર દળોની યુવા પાંખ છે. જેનું મુખ્ય મથક નવી દિલ્હી, ભારત ખાતે ઓર્ગોનાઈઝેશન છે જેમાં સેનાની ત્રણેય વિંગનો સમાવેશ થાય છે. શાળા કક્ષાએ જ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ વિકસે, શિસ્ત અને સંસ્કારો પરિપક્વ બને તેવા ઉમદા આશયને ચરિતાર્થ કરવા માટે વર્ષ 2021 થી NCC પ્રવૃતિનો શુભારંભ શાળામાં કરવામાં આવ્યો છે. જેમાં બે બટાલિયનની મંજુરી શાળાને પ્રાપ્ત થઈ છે. જેમાં ‘5 ગુજરાત બટાલિયન એન. સી. સી.’ કાર્યરત છે. જેમાં ધોરણ 8 ,9 અને 11,12 કોમર્સના કુલ 103 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. જે શાળાની યશકલગીમાં અભિનવ ઉમેરણ ગણી શકાય. વિદ્યાર્થીઓમાં આ પ્રવૃતિ થકી શિસ્ત, સંસ્કાર નીડરતા, આત્મરક્ષણ, સમયપાલન, આજ્ઞાંકિતતા, સત્યપરાયણતા, ધગશ, કર્તવ્ય પરાયણતા જેવાં ઉમદા ગુણો કેળવી શકાય છે. હસતાં-હસતાં આજ્ઞાનું પાલન ન કરવું, સમયનું પાલન કરવું, ની:સંકોચ કઠોર પરિશ્રમ કરવો, બહાના ન બનાવવા અને જૂઠું ન બોલવું વગેરે તેના અનુશાસનની વિશેષતા છે. NCC પ્રશિક્ષણથી કેડેટમાં સમાજ સેવા, હળીમળીને કાર્ય કરવાની ભાવના, નેતૃત્વ શક્તિ, અનિશાસન અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાને અકબંધ રાખવા માટે શાળા કક્ષાએ જ આ પ્રકારની પ્રવૃતિથી વિદ્યાર્થીઓનું સાચી દિશામાં શ્રેષ્ઠત્તમ ધડતર કરી શકાય છે.

  • VCC (Vasishtha Cleanest Class)
    વિદ્યાર્થીઓ સ્વચ્છતાનું મહત્વ સમજે તે હેતુથી દર મહિને સ્વચ્છ વર્ગની પસંદગી
  • VFC (Vasishtha Foundation Course)
    ઉનાળા વેકેશન દરમિયાન મધ્યમિકના વિદ્યાર્થીઓ માટે Activity Based Learning Program
  • VMT (Vasishtha Model Test)
    ધો.૧૦ ના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય તે હેતુથી બોર્ડ ટાઈપ મોડેલ ટેસ્ટ...
  • VHC (Vashistha’s Honesty Class)
    સુપરવિઝન વગર પરીક્ષા આપતા શ્રી વસિષ્ઠના વિદ્યાર્થીઓ ...
  • VHI (Vashistha’s Honesty Index)
    પ્રામાણિકતા જેવાં નીતિમૂલ્યોના નિર્માણ કરવા માટે સ્ટેશનરી કોર્નર ...
  • VSP (Vashistha Student Project Presentation)
    જુ. કે. જી થી બાળકોમાં વકતૃત્વકળા ખિલવવાની જડીબુટ્ટી એટલે.... VSP.