• ગુજરાતી મીડિયમ
    આત્મવિશ્વાસ એ અદ્રશ્ય,
    અદ્ભુત અને અનુપમ શક્તિ છે.
  • બ્રહ્મઋષિ વસિષ્ઠ
    જટ ડહોળી નાખો રે,
    મન જળ થંભ ગયેલું
કેવી રીતે કામ કરે છે?

વસિષ્ઠ જિનેસિસ સ્કૂલ

વસિષ્ઠ જિનેસિસ સ્કૂલના જ્ઞાનઉદધિમાં આચમન શા માટે... ?

અજ્ઞાનના ‘અ’ થી જ્ઞાનના ‘જ્ઞ’સુધી પહોંચાડતી સેતુરૂપ શાળા.
આત્મવિશ્વાસ, આત્મસંતોષ પમાડે તેવું શિક્ષણ.
ધો.-1 થી જ વિદ્યાર્થીઓને HOUSE માં વહેંચીને તંદુરસ્ત સ્પર્ધાનો પ્રયાસ.
આંતરિક શક્તિઓનું પૂર્ણપણે પ્રગટીકરણ.
શહેરી વિસ્તારથી દૂર, પ્રદૂષણ મુક્ત, રમણીય અને આનંદદાયી અભ્યાસ પ્રેરક વાતાવરણ.
ડિઝિટલ કેમ્પસ

વધુ માહિતી
અહીં માણો

ચિત્ર ગેલેરી

“એક સારા ચરિત્રનું નિર્માણ હજારો ઠોકરો ખાધા પછી જ થાય છે.”!

એક શાળા જ્યાં દરેક બાળકનું મહત્વ છે

શ્રેષ્ઠ વ્યક્તિત્વનો વિકાસ કરવો, સાંપ્રત સામાજિક ફેરફારોને ધ્યાનમાં રખીને વૈશ્વિક નાગરિક બનાવવા, વિદ્યાર્થીઓમાં માનવ મૂલ્યોનું ઘડતર કરવું તથા જીવનમાં પરિવર્તિત ફેરફારો અને પડકારોને ઝીલતા કૌશલ્યો રજૂ કરવા એ અમારો ધ્યેય છે.

ઉપરના ત્રણ સિદ્ધાંતો દ્વારા શિક્ષણમાં ભૂતકાળનો આદર, વર્તમાનનો સાક્ષાત્મક અને ભવિષ્યનું ઘડતર કરવાનો કરવાનો અમારો દ્રષ્ટિકોણ છે.

આવતીકાલના વૈશ્વિક નાગરિક બનવા માટે બાળકોને માવજત કરો!

bg-image

સુજ્ઞ, વાલીમિત્રો અને વહાલા વિદ્યાર્થીઓ

ભારતીય સંસ્કૃતિના જ્યોતર્ધર સમા ઋષિવર શ્રી વસિષ્ઠના નામાભિધાનથી આપણી સંસ્થા વસિષ્ઠ જિનેસિસ સ્કૂલ ગૌરવાન્વિત થતી રહી છે. આપણી સંસ્થાની પ્રગતિ કોઈ એક જ વ્યક્તિ વિશેષને આભારી નથી પરંતુ પાયાથી માંડીને પ્રમુખ સુધીના દરેક સભ્યનું તપ અને યોગદાન છે. દરેક સંસ્થાની સફળતા અને આશય એ જ હોય કે તેમની શાળાના બાળકો ભવિષ્યના ભારતના ઉત્તમ નાગરિક બને તેમજ દરેકના સપના પોતાની પાત્રતા મુજબ પૂર્ણ થાય. અમને ખુશી છે કે અત્યાર સુધી આપણે યોગ્ય રાહ પર અવિરતપણે આગળ અધાટ રહ્યા છીએ. આવનાર ભવિષ્યમાં પણ આયોજનપૂર્વક નવા-નવા આયમો સિદ્ધ કરવા ઘટે. પરંતુ તે માટે અદ્ભુત આત્મવિશ્વાસ અને અનુપમ શક્તિ દ્વારા જ આપણે ઉત્તમ પ્રગતિ કરી શકીશું. આશા છે કે આપણાં આ ઉજ્જવળ સપનાઓને પામવા માટે આ બને સકારાત્મક શક્તિ જ આપણાં પથદર્શક બની રહે. કારકિર્દીનાં ઉચ્ચતમ શિખર સાર કરવા માટે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા .

શ્રી રમણીકભાઈ ડી. ડાવરીયા

અધ્યક્ષ