• ગુજરાતી મીડિયમ
    આત્મવિશ્વાસ એ અદ્રશ્ય,
    અદ્ભુત અને અનુપમ શક્તિ છે.
  • બ્રહ્મઋષિ વસિષ્ઠ
    જટ ડહોળી નાખો રે,
    મન જળ થંભ ગયેલું
અમારી શાળા એટલે...

વસિષ્ઠ જિનેસિસ સ્કૂલ

અમારી શાળા એટલે

અમારી શાળા એટલે પદ્ધતિસરનું શિક્ષણ આપનારી, બાળકોમાં તર્કશક્તિ, સર્જનાત્મકતા, સંસ્કાર, આત્મવિશ્વાસ ખિલવતી શાળા. અમારો પ્રયાસ અમારા વિધાર્થીમાં જોવા મળે. પોતાના પર નિયંત્રણ, જ્ઞાનની અભિલાષા, પ્રમાણિકતા, અભ્યાસ પ્રત્યે એક નિષ્ઠા, શીખવાની ધગશ, ઉચ્ચચારીત્ર્ય અને સત્ય બોલવું. અમારા શિક્ષકો એટલે....
કુનેહવાળા, ઉત્સાહી, સ્નેહાળ, વ્યક્તિગત સંભાળ રાખવાવાળા, સખત મહેનત કરનારા, કાર્યસાધક, યોગ્ય સુઝવાળા... અમારી શિક્ષણશૈલી સહજ, મનોહર, રસપ્રદ, આનંદમયી અને વાસ્તવલક્ષી શિક્ષણ. અત્યાધુનિક પદ્ધતિ દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય શિક્ષણ માટે E-class Rooms. અભ્યાસ સાથે બાળકોના અંગ્રેજી ભાષાકીય વિકાસ માટે ગણિત, વિજ્ઞાન વિષયમાં English Terminology સાથે અભ્યાસ. કોઈ પણ પ્રકારના Extra Coaching કે Tuition ની જરૂર ન પડે તેવું શિક્ષણ.

વધુ માહિતી
અહીં માણો

ચિત્ર ગેલેરી

“એક સારા ચરિત્રનું નિર્માણ હજારો ઠોકરો ખાધા પછી જ થાય છે.”!

એક શાળા જ્યાં દરેક બાળકનું મહત્વ છે

શ્રેષ્ઠ વ્યક્તિત્વનો વિકાસ કરવો, સાંપ્રત સામાજિક ફેરફારોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક નાગરિક બનાવવા, વિદ્યાર્થીઓમાં માનવ મૂલ્યોનું ઘડતર કરવું તથા જીવનમાં પરિવર્તિત ફેરફારો અને પડકારોને ઝીલતા કૌશલ્યો રજૂ કરવા એ અમારો ધ્યેય છે.

ઉપરના ત્રણ સિદ્ધાંતો દ્વારા શિક્ષણમાં ભૂતકાળનો આદર, વર્તમાનનો સાક્ષાત્મક અને ભવિષ્યનું ઘડતર કરવાનો કરવાનો અમારો દ્રષ્ટિકોણ છે.

આવતીકાલના વૈશ્વિક નાગરિક બનવા માટે બાળકોને માવજત કરો!

bg-image

સુજ્ઞ વાલીમિત્રો અને વ્હાલા વિધાર્થીઓ

શિક્ષક એ માત્ર “જ્ઞાન પ્રસારનું માધ્યમ જ નઈ, પરંતુ સંસ્કાર સિંચનની પ્રકિયા છે. વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય તેવી વ્યવસ્થા આપણે ત્યાં ‘કેળવણી’ જેવા ધ્યેયલક્ષી શબ્દથી પ્રચલિત થઈ છે.

ભારતના ભાવિ નાગરિક સમા બાળકોમાં પાયાનું ઘડતર યોગ્ય રીતે થાય. બાળક ભણતર ક્ષેત્રે યોગ્ય સિદ્ધિનો પ્રાપ્ત કરે એટલું જ નહી પરંતુ બાળકમાં ગણતર પણ હોય, બાળક વ્યવહારૂ બને. આવનારી મુશ્કેલીઓ.... પડકાર સામે પીછેહટ ન કરે...., તેનો સામનો કરવા અડીખમ ઉભો રહી શકે એટલો બાળકને સક્ષમ બનાવવો એવી ઉચ્ચ જવાબદારી સાથે અમારી આ શૈક્ષિણક સંસ્થા વિધાર્થીના સારા વ્યકિતત્વના ઘડતર માટે સતત પ્રયત્નશીલ છે.

વિધાર્થીને બધી અનુકૂળતા આપવી, તકો પૂરી પાડવી, વિધાર્થીના સર્વાંગી વિકાસ માટે આવસ્યક રચના કરવી... એ જ અમારી સંસ્થાનું લક્ષ્ય અને કાર્ય રહ્યું છે. અમારો એક જ મંત્ર છે અને એ છે. “બાળકોનો સર્વાંગી” વિકાસ અને આ માટે શિક્ષણક્ષેત્રે જે કરવું પડે, જેવું કરવું પડે તે કાર્ય કરવા અમો કટિબદ્ધ છીએ. આમ શિક્ષણમાં કઈક કરી છુટવાની દૃઢ મક્કમતા સાથે આપના વિસ્તરમાં શિક્ષણની જયોત જલાવી છે ત્યારે અમારા શ્રેષ્ઠ સંકલ્પને આપના બાળપુષ્પોના થનગનાટ, ઉત્સાહ, સાહસ અને પરિણામથી ચોક્કસ પણે ગતિ મળતી રહેશે.... તેવા હદયના ભાવ સાથે....

શ્રી રમણીકભાઈ ડી. ડાવરીયા

અધ્યક્ષ