“Winners don’t do different things, they do things differently.”
જીતવું એ જ લક્ષ્ય છે. અને એ માટે સતત પ્રયત્નશીલ રહેવું. પરિશ્રમ કરવો એ દૃઢ નિર્ધાર છે. એવા વિચાર સાથે અમારી સંસ્થાના તેજસ્વી તારલાઓ પ્રગતિના પંથે આગળ વધી રહ્યાં છે અને આવનારા સમયમાં પણ એક આત્મવિશ્વાસ સાથે સફળતા મેળવતા રહેશે...
કેળવણીમાં સૌથી મોટું પ્રેરકબળ હોય તો તે એ છે કે વિદ્યાર્થીને એમ લાગવું જેઈએ કે તેને સફળતા મળી શકશે. બાળકોમાં રહેલ જ્ઞાનનો તે યોગ્ય ઉપયોગ કરી શકે તે માટે શિક્ષણ પ્રેમપૂર્વક અને ડહાપણથી આપવામાં આપે, તો તે લેનારને બોજારૂપ ન લાગતા એક આનંદયાત્રા જેવું લાગશે.
દરેક સંસ્થાની સફળતા અને આશય એ જ હોય કે તેમની શાળાના બાળકો ભવિષ્યના ભારતના ઉતમ નાગરિક બને તેમજ દરેકના સપના પોતાની પાત્રતા મુજબ પૂર્ણ થાય અને એ માટે અમારી સંસ્થાના દરેક વ્યક્તિ કાર્યરત છે જેમના માટે કહેવું જ રહ્યું....
"It is a good team, working together in co-operation to carry out the aim and purpose of our institution."
અમારા વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ સિદ્ધિ માટે, સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન... સાથે સાથે આશીર્વાદ...
Working in the Right Direction Working with the Right Method Working for the attainment of Goal and Success...
SHREE VIJAYBHAI R. DAVARIYA
SHREE RAVIBHAI R. DAVARIYA