Message from Principal

આચાર્યનો સંદેશ

આત્મીય વાલીમિત્રો અને વ્હાલા વિદ્યાથીરત્નો,

વંદે માતરમ્ ... !
“કેળવણીના ક્યારામાં
નીત નવા ફૂલડાં ખીલવીએ
નીર વ્હાલપના છોડવે સીંચીને વ્હાલા
કુંણા જીવનને સુજલ ભરી દઈએ.”

વિધાર્થીઓમાં સાચી કેળવણીની જ્યોત પ્રજ્વલિત કરવામાં, સાચી અને યોગ્ય દિશામાં પ્રગતિના પંથે લઈ જવામાં અમારી સમગ્ર ટીમ... શિક્ષકવૃંદ, અન્ય કર્મચારી કર્તવ્યનિષ્ઠ ની કાર્ય કરી રહ્યા છે. છેલ્લાં ૨ વર્ષથી વસિષ્ઠ જેનેસિસ સ્કૂલ - બાબેન ગુજરાતી માધ્યમમાં જ્યારથી જવાબદારી વહન કરવાનું સ્વીકાર્યું છે ત્યારથી જ શિક્ષણ ક્ષેત્રે કઈક નવીનતા લાવવાના પ્રયત્ન સાથે કાર્યની શરૂઆત કરી અને સફળતાપૂર્વક આગળ વધવા પ્રયત્ન કરી રહ્યા છીએ, જેમાં ખાસ કરીને સાયન્સ વિભાગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિધાર્થીઓને મનથી તૈયાર કરીને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવો, સતત પરીક્ષા દ્વારા તેમનું મૂલ્યાંકન કરવું. જરૂર પડે ત્યારે મોટીવેશનલ સેમિનાર અને કાઉન્સિલ કરવું, તેમની દરેક પરીક્ષાના પરિણામ પછી તેમને સત્કારવા, પ્રોત્સાહિત કરવા ઉત્તરોત્તર તેમના પરિણામમાં વધારો થાય અને આત્મવિશ્વાસ અડીખમ રહે તેવો માહોલ બનાવવા માટે પ્રમાણિક પ્રયાસ કર્યો છે. સાથે સાથે પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં વિવિધ પ્રોગ્રામો અને સેમિનાર થકી બાળકોનું ઘડતર કરવાનો પ્રયાસ કર્યો.

અમારી શાળાનું મુખ્ય ધ્યેય બાળકોનું શિક્ષણ અને જીવન ઘડતર કરવાનો અને કેળવવાનો છે. શિસ્ત, સંસ્કાર અને સુષુપ્ત શક્તિઓને યોગ્ય રીતે ખીલવવા આપણી શાળાએ સુંદર પુરો કર્યાં છે. શાળામાં શિક્ષણની સાથે ઘણી પ્રવૃત્તિઓ, કાર્યક્રમો હાથ ધરાયા છે જેનાથી બાળકના સર્વાંગી વિકાસ નવી દિશા મળી શકે.

શાળાના જવાબદાર વ્યકિત તરીકે અમે આપ સર્વે વાલીમિત્રો, બાળકો, શિક્ષકો તેમજ સ્ટાફનો આભાર વ્યકત કરીએ છીએ.

શ્રી જતિનભાઈ વાઘાણી
આચાર્ય